વાંકાનેર: અહીંના બે યુવાનો વાંકાનેરથી પગપાળા આશાપુરા માતાના મઢ (કચ્છ) ખાતે પગપાળા જઈ રહ્યા હતા ત્યારે મોરબી ત્રાજપર ચોકડી પાસે અકસ્માતમાં ઇજા થઇ હતી….


જાણવા મળ્યા મુજબ વાંકાનેરના બે યુવાનો (1) વિકાસભાઇ નાનજીભાઈ કરીવાર (ઉ.21) અને રાજેશ જીતેષભાઈ કુંઢીયા (ઉ.રર) રહે. બંને વાંકાનેરને મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી ઓવરબ્રીજ ખાતે પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતા બંનેને સારવાર માટે ખસેડાયા હતા. જાણવા મળ્યા પ્રમાણે તેઓ વાંકાનેરથી પગપાળા આશાપુરા માતાના મઢ (કચ્છ) ખાતે પગપાળા જઈ રહ્યા હતા….
