વાંકાનેર: જીનપરા જકાતનાકા પાસે સને ૨૦૧૫ ની સાલમાં ૩૦૭ ના કેશમાં સાક્ષીને સમાધાન બાબતે વાત થતી ના હોય તે બાબતની દાજ રાખી પથ્થર વડે મુઢમાર માર મારવાનો બનાવ બન્યો છે.
આ બનાવની કરેલ ફરિયાદમાં ભાટીયા સોસાયટી શિવાજી પાર્ક શેરી નં ૦૩ માં રહેતા મયુસિંહ ધર્મેદ્રસિંહ ઝાલા (ઉ.વ. ૩૩) વાળા એ લખાવેલ છે કે પોતે રાત્રીના અઢી વાગ્યે જીનપરા જકાતનાકા પાસે ગાયત્રી પાનની બાજુમાં ડીલકસ પાન પાસે રહેલ કેબીને ચા-પાણી પીવા આવેલ ત્યારે
ત્યાં વાંકાનેર સીટી સ્ટે શન રોડ ઉપર રહેતો અકબર ફકીર, જે કાળુ મોગલનો સાળો થાય છે; તે તથા એક અજાણ્યો માણસ બંન્ને ફરિયાદી પાસે આવી તેના મોબાઇલ પરથી કાળુ મોગલને ફોન કરી સ્પીકર ઉપર ફોન રાખી કાળુ મોગલે મારી નાખવાની ધમકી આપેલ અને ગાળો બોલેલ અને અકબરને કહેલ કે આને માર-માર
આ બંને જણા પ્લાસ્ટીકના કેરેટ તથા પથ્થર વડે આડેધડ ધા કરવા લાગેલ અને આ અકબરે ત્યાં ચાની લારીમાંથી ચા બનાવવાનો ચમચો લઈ ફરિયાદીને ડાબી સાઈડ નેણ ઉપરના ભાગે મારેલ અને બંન્ને જણાએ બેલા પથ્થર વતી આડેધડ માર મારેલ અને
ત્યાં દુકાનવાળા ભાર્ગવભાઈ તથા ચા વાળા મઢવભાઈ વિગેરે માણસો ભેગા થઈ જતા આ બંને જણાથી વધુ માર મારતા બચાવેલ અને આ અકબરે જતા-જતા કહેલ કે ‘આજે તો તુ બચી ગયો છો તને જાનથી મારી નાખવો છે’
પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાયદેસર કાર્યવાહી શરુ કરેલ છે.
પોલીસ સ્ટેશનેથી
સર્પકારે બાઈક ચલાવતા:
વાંકાનેર નવાપરા ખડીપરામાં રહેતા પ્રકાશ કનુભાઈ બાવરીયા પોતાનું મોટર સાયકલ નશો કરી સર્પ આકારે ચલાવતા પોલીસ ખાતાએ મોટર સાયકલ જપ્ત કરી કાર્યવાહી કરેલ છે
હથિયાર ધારા પ્રતિબંધિત જાહેરનામાનો ભંગ:
(1) પાંચદ્વારકાના વિજય ભરતભાઈ ગમારા પાસેથી ત્રણ ફૂટથી મોટો લાકડાનો ધોકો મળી આવતા હથિયાર ધારા પ્રતિબંધિત જાહેરનામાના ભંગ સબબ કાર્યવાહી (2) તીથવાના સોહીલ અબ્દુલરહીમ પિંડાર પાસેથી ત્રણ ફૂટથી મોટો લોખંડનો પાઇપ મળી આવતા હથિયાર ધારા પ્રતિબંધિત જાહેરનામાના ભંગ સબબ કાર્યવાહી
દારૂ સાથે:
(1) વાંકાનેર યાર્ડ સામે રાજાવડલા રોડ પર રહેતા યાસ્મિનબેન ઉર્ફે જાડી રહીમભાઈ સુમારભાઈ આદમણી (2) મેસરિયાના લાલજી મેરાભાઈ એંધાણી અને (3) રાતીદેવરી રોડ નિર્મળા કોન્વેન્ટ સ્કૂલ સામે રહેતા ભાવનાબેન વિનોદભાઈ જખાણીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
(1) આરોગ્યનગર બસ સ્ટેન્ડ પાછળ રહેતા કિરીટ અંબારામ સરવૈયા (2) ધર્મનગર પંચાસર રોડ પર રહેતા દિનેશ માલાભાઈ સાગઠીયા અને (3) જેતપરડા રોડ મલ્ટીસ્ટોન કારખાનામાં રહેતા ભદ્રીલાલ મદનલાલ પાલીવાવ પીધેલ પકડાયા છે
ટ્રાફિક નિયમના ભંગ:
(1) નવાપરા વાંકાનેરમાં રહેતા મનસુખ દેવાભાઇ ધામેચા (2) આરોગ્યનગરમાં રહેતા વિશાલ બાબુભાઇ સુરેલા (3) ઢુવા ગામે રહેતા સન્ની ધીરુભાઈ ધામેચા (4) ઢુવાના જ અખ્તર અહમદભાઈ મકરાણી (5) વાંકાનેર ગાયત્રી મંદિર પાસે રહેતા ઝાલાભાઇ લાલાભાઇ ઝાપડા અને (6) ભલગામના અરવિંદ બાબુભાઇ ફતેપરા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ પોલીસ કાર્યવાહી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો