વાંકાનેર : તાલુકાના રૂપાવટી ગામની સીમમાં મચ્છુ -1 ડેમમાં ડૂબી જવાની ઘટના બની છે.
જાણવા મળ્યા મુજબ તાલુકાના રૂપાવટી ગામની સીમમાં મચ્છુ -1 ડેમમાં ડૂબી જતાં અંદાજે 45 થી 50 વર્ષના અજાણ્યા પુરુષનું મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.