ઓળખ મેળવવા પોલીસ ખાતાના પ્રયાસો
વાંકાનેર: અહીં મચ્છુ નદીના કાંઠે ખોડીયાર ખાડો તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઈ અજાણ્યો યુવાન ડૂબી જતા મોત નીપજયું હતું

જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં મચ્છુ નદીના કાંઠે ખોડીયાર ખાડો તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઈ અજાણ્યો 30 થી 35 વર્ષનો યુવાન કોઈપણ કારણોસર નદીના વહેણમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને પાણીમાં તેની લાશ તરતી હોય તે અંગેની જાણ


સંજયભાઈ છગનભાઈ કોળી (ઉ.35) રહે. નવાપરા વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કરતા પોલીસે ત્યાં પહોંચીને મૃતક યુવાનના મૃતદેહને બહાર કાઢીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે…
