મૃતક યુવકે જમણા હાથની કલાઈ ઉપર દિલ ત્રોફાવેલું છે
વાંકાનેર: તાલુકાના માટેલ ગામની સીમમાં રિચ સિરામિક પાછળ વોકળામાં અજાણ્યા યુવક ઉ.વ.25થી 30 વર્ષનું ડૂબી જતા મોત થયું છે. આ મામલે પોલીસે નોંધ કરી અજાણ્યા યુવકની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.


મૃતક યુવકે કાળા રંગનું પેન્ટ પહેર્યું છે. જમણા હાથના કાંડામાં લીલા રંગની પ્લાસ્ટિકની રિંગ પહેરી છે. ગળાના ભાગે કાળા રંગનો દોરો પહેર્યો છે. જમણા હાથની કલાઈ ઉપર દિલ ત્રોફાવેલું છે. આ યુવક અંગે કોઈને જાણ હોય તો હેડ કોન્સ. એ.આર. બેરાણી મો.નં.9624966909 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે…
