કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રાણેકપર પાસે અજાણ્યા પુરુષે ચાલુ ટ્રેને પડતું મૂક્યું

વાંકાનેર સિટી પોલીસ દ્વારા ઓળખ મેળવવા તજવીજ

વાંકાનેર: સિટી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રાણેકપર ફાટક પાસે ચાલુ ટ્રેનમાંથી કોઈ યુવાને પડતું મૂક્યું હોવાથી કે કોઈ રીતે તે અકસ્માતે ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલ હોવાથી તેનું મોત નિપજેલ હોય તેમજ આ મૃતક યુવાનની ઓળખ થઈ શકી ન હોય તેના વાલીવારસને શોધવા માટે હવે વાંકાનેર સિટી પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે…

વાંકાનેર પોલીસના જણાવ્યા પ્રમાણે આ મરણ જનાર અજાણ્યો પુરૂષ ઉંમર આશરે ૨૫ થી ૩૦ વર્ષનો હતો. વાંકાનેરના રાણેકપર ફાટકથી ઢુવા તરફ રેલ્વે લાઇનમાં મોરબીથી વાંકાનેર તરફ જતી ડેમુ ટ્રેનમાં ચાલુ ટ્રેનમા પોતાની જાતને પડતુ મુકી ટ્રેનમાં આવી જતા ગંભીર ઇજા થતા મરણ ગયેલ છે. આ મરણ જનાર અજાણ્યો યુવાન શરીરે પાતળા બાંધાનો વાને શ્યામ વર્ણો, ઉચાઈ આશરે સાડા પાચેક ફુટ તથા શરીરે દુધીયા કલરનો લાલ સફેદ પટ્ટા વાળો શર્ટ અને નીચે પીળા કલરનું ટી-શર્ટ પહરેલ તથા મહેદી કલરનું પેન્ટ પેહરેલ છે. તેમજ

મરણ જનારના જમણા હાથમા કાળા કલરની રીબીન પહેરેલ છે. તેમજ જમણા હાથના બાવળા પર અંગ્રેજીમા કેપીટલમા *RAS* વાંચી શકાય તેમ જોવામાં આવેલ છે, તેમજ અન્ય શબ્દો વંચાયેલ ન હોય તેમજ મરણ જનારના નામ ઠામ તથા તેના વાલી વારસ મળી આવેલ ન હોય આ અજાણ્યા પુવાનની લાશ હાલ વાંકાનેર સરકારી દવાખાને કોલ્ડસ્ટોરેઝમાં રાખવામાં આવેલ છે અજાણ્યા યુવાન કે તેના વાલી વારસ અંગે કોઈને કોઈ જાણકારી હોય તો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના નંબર ૬૩૫૯૬ ૨૬૦૭૧ અથવા તપાસ અધીકારી વનરાજસિંહ ઝાલા (મો.૯૦૯૯૦ ૦૦૬૫૭) વ સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!