મૃતકને કોઈ ઓળખતું હોય તો જાણ કરવા અપીલ
વાંકાનેર: તાલુકાના સરતાનપર – રાતાવિરડા રોડ ઉપર સરતાનપર ગામ પાસે કોઈ એક્સિડટમાં અજાણ્યા યુવકનું મૃત્યુ થયું છે. મૃતકને કોઈ ઓળખતું હોય તો જાણ કરવા અપીલ કરાઈ છે…





જાણવા મળ્યા મુજબ સરતાનપર – રાતાવિરડા રોડ ઉપર સરતાનપર ગામ પાસે સ્પીડબેકર પાસે કોઈ અજાણ્યા વાહન એક્સિડટમાં પરમ દિવસે તા.12ના રોજ સવારે 10:30 વાગ્યે અજાણ્યા યુવકનું મૃત્યુ થયું છે. તેની લાશ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે રાખેલ છે. આ મૃતકને કોઈને ઓળખતું હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન મો. નં. 6359626086 તથા જમાદાર અરવિંદભાઈ મો.નં. 9624966909નો સંપર્ક કરવા જણાવાયુ છે…
