જાણો: ઓનલાઇન અરજી કરવાની સરળ રીત
વધતા જતા ડીઝલના ભાવ સામે સોલર પંપ સબસિડી યોજના એ ખેડૂતો માટે કમાણીનો નવો રસ્તો છે. જે પૈસા તમે વીજળી કે ડીઝલમાં ખર્ચો છો, તેની બચત કરીને તમે ખેતીને આધુનિક બનાવી શકો છો. જો તમે હજુ સુધી અરજી નથી કરી, તો વહેલી તકે કરજો કારણ કે ‘વહેલા તે પહેલા’ ના ધોરણે પણ ઘણા રાજ્યોમાં આ લાભ આપવામાં આવે છે. ખેતીમાં અત્યારે સૌથી મોટો ખર્ચ જો કોઈ હોય તો તે સિંચાઈનો છે. ક્યારેક લાઈટના ધાંધિયા તો ક્યારેક મોંઘા દાટ ડીઝલ! પણ હવે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. સરકારની સોલાર પંપ સબસીડી યોજના હેઠળ તમે સાવ નજીવા ખર્ચે સોલર પંપ લગાવી શકો છો.
યોજનાનું નામ સોલર પંપ સબસિડી યોજના (PM-KUSUM)
મહત્તમ સબસિડી 80% સુધી (રાજ્ય મુજબ ફેરફાર શક્ય)
કોને લાભ મળશે? નાના અને મધ્યમ વર્ગના તમામ ખેડૂતોને
મુખ્ય હેતુ ખેતી ખર્ચ ઘટાડવો અને મફત વીજળી આપવી
ખેડૂતો માટે સોલર પંપ સબસિડી યોજના કેમ વરદાનરૂપ છે?
સોલર પંપ સબસિડી યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે વીજળીના કનેક્શન માટે વર્ષો સુધી રાહ જોવી નહીં પડે. એકવાર સોલર પંપ લાગી ગયો એટલે સમજી લો કે આજીવન વીજળી મફત! 80% સબસિડી મળતી હોવાથી ખેડૂતે માત્ર 20% રકમ જ ભોગવવાની રહે છે. આ પંપ સૂર્યપ્રકાશથી ચાલતા હોવાથી દિવસે જ સિંચાઈ થઈ જાય છે, એટલે રાત્રે ખેતરે જવાની માથાકૂટ પણ પૂરી.
કોણ કરી શકે છે અરજી? (પાત્રતાના માપદંડ)
આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે પોતાની ખેતીની જમીન હોવી જરૂરી છે. ખાસ કરીને જે ખેડૂતો પાસે હજુ સુધી વીજ કનેક્શન નથી, તેમને સરકાર પ્રથમ પસંદગી આપે છે. સોલર પંપ સબસિડી યોજના માટે તમારા આધાર કાર્ડ, જમીનના સાત-બાર અને આઠ-અ ના ઉતારા તથા બેંક પાસબુક જેવા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે. જો તમે અગાઉ આવી કોઈ યોજનાનો લાભ લીધો હોય, તો કદાચ તમે આ વખતે પાત્ર ન ઠરો, એટલે તે ખાસ ચેક કરી લેવું.
ઓનલાઇન અરજી કરવાની સરળ રીત
હવે ફોર્મ ભરવા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ અથવા PM-KUSUM ની સત્તાવાર વેબસાઈટ પર જઈને સોલર પંપ સબસિડી યોજના માટે ફોર્મ ભરી શકો છો.
સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરો.
જમીનની વિગતો અને સોલર પંપના હોર્સપાવર પસંદ કરો.
જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને અરજી સબમિટ કરો.
નોંધ: અહીં માત્ર માહિતી જ આપવામાં આવી છે, વધુ જાણકારી માટે સંબંધિત અધિકારી અથવા વેબ સાઈટની વિઝીટ કરવી
