ફોટો વાસુકીદાદાના મંદીર પાસે રાખેલ
નવાપરાના ધ્રુવનું થોડા દિવસ પહેલા ખૂન થઇ ગયેલ
ફરિયાદી ગ્રીન ચોકમાં ટોસ-ખારીની રેકડી રાખી વેપાર કરે છે
વાંકાનેર: નવાપરા-પંચાસર રોડ પર રહેતા ધ્રુવભાઈ પ્રફુલભાઈ કેરવાડીયાનું થોડા દિવસ પહેલા ખૂન થયેલ હોય અને તેનો ફોટો આરોપીઓએ વાંકાનેર નવાપરા વાસુકીદાદાના મંદીર પાસે રાખેલ હોય જે ફોટો ફરીયાદીના દિકરાએ તોડી નાખેલ હોય તેવો ખાર રાખી આરોપીઓ રીક્ષા તથા મોટર સાયકલ વાહનમાં લાકડી ધોકા પાઈપ જેવા હથીયાર સાથે આવી ફરીયાદીના ઘરે જઈ બોલાચાલી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરનો દરવાજો તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી ઘર-વખરીની ચીજવસ્તુઓ વેર-વિખેર કરી તોડી નાખી મોટર સાયકલ ઉંધા વાળી દઈ નુકશાન કરી ફરીયાદીને બે ત્રણ ઝાપટો મારી મુંઢ ઇજા કરવાનો ગુન્હો નોંધાયો છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરા, ખડીપરામાં રહેતા અને વાંકાનેર ગ્રીન ચોકમા મારા પતિ સાથે ટોસ-ખારીની રેકડી રાખી વેપાર શાંતાબેન ભિમજીભાઈ રામજીભાઇ રાઠોડ (ઉવ.૬૦) એ ફરિયાદમાં લખાવેલ છે કે તા.૧૪/૧૧/૨૦૨૫ ના રાત્રીના નવેક વાગ્યે હું, મારા પતિ તથા મારો દિકરો અમિત ઘરે બહારના ભાગે ઓરડીમાં સુતા હતા ત્યારે અમારા ઘરમાં તોડફોડનો અને ગાળા ગાળીનો અવાજ આવતા
જોવામાં આવેલ કે પાંચ-છ માણસો અમારા ઘરમાં તોડફોડ કરતા અને ગાળો બોલતા હતા અને ‘ક્યાં ગયા? બધા બહાર નિકળો, આજ તો પતાવી દેવા છે’ તેવી ધમકી આપતા હતા અને બધાના હાથમાં લાકડી ધોકા પાઇપ જેવા હથીયાર હતા જેથી અમો આ લોકોને સમજાવવા જતા તેમાંથી એક રીક્ષા વાળા ભાઈએ મને ત્રણ ચાર ફડાકા મારી દિધેલ અને ‘દિકરો જીતેન્દ્ર ક્યાં છે? તેણે અમારા ધ્રુવભાઈનો ફોટો તોડી
નાખેલ, તેને અમારી સામે હાજર કર નહિતર એના ટાંટીયા ભાંગી નાખીશ’ તેવી ધમકી આપેલ અને અમારા પાડોશીઓ તેમજ આજુબાજુના માણસો આવી જતા આ લોકો ભાગી ગયેલ હતા અને અમારા પાડોશી રમેશભાઇ વેલજીભાઇ કોળી આવતા તેને આ માણસો કોણ હતા તે બાબતે પુછતા આરોપીઓના નામ જણાવેલ, થોડા દિવસ પહેલા નવાપરા ધ્રુવ નામના છોકરાનું ખુન થઇ ગયેલ હોય તેનો ફોટો વાસુકીદાદાના મંદીરે રાખેલ હોય તે ફોટો મારા દિકરા જિતેન્દ્રે તોડી નાખેલ હોય તેમ જણાવી તેનો ખાર રાખી 
અમારા ઘરનો દરવાજો તોડી ઘરમાં રહેલ ચીજ વસ્તુઓ વેર-વિખેર કરી તોડી-ફોડી નાખી અમારા મોટર સાયકલ ઉંધા પાડી દઈ નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મને બે ત્રણ ઝાપટ મારી ગુનો કરેલ છે. આ ફરીયાદ મોડી કરવાનુ કારણ બનાવ બનેલ ત્યારે રાત્રીનો સમય હોય જે થી હાલે ફરીયાદ નોંધવવા માટે આવેલ છું, પોલીસ ખાતાએ ગુનો ભારતીય ન્યાય સહિતા અધિનીયમ-૨૦૨૩૨૦૨૩ની કલમ-૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨-૩), ૩૨૯(૩), ૧૮૯(૨), ૧૯ ૧(૨), ૧૯૧(૩), ૧૯૦, ૩૨૪ તથા જી.પી. એકટ કલમ-૧૩૫ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે આરોપીઓના નામ નીચે મુજબ છે…
(1) તભો પાટડીયા (2) દિપક કોળી (3) કરણ પ્રજાપતિ (4) કાનો વિંજવાડીયા (5) વિવેક (6) રોકી પરેચા રહે. બધા વાંકાનેર
