કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કેબીન પાછળ પેશાબની ના પડતા ધારિયું માર્યું

ખજૂરા હોટલના હોજમાં ડૂબી જતાં અને નેકનામમાં ઝેરી જનાવર કરડી જતા મૃત્યુ

ટંકારા: અહીં પાનની કેબીન પાછળ પેશાબ કરવાની ના પાડતા ત્રણ ભરવાડ શખ્સોએ બે જણાને માર માર્યાની ફરિયાદ થઇ છે.

પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ રાજ ગોપાલભાઈ હઠાભાઈ ઝાપડા જાતે ભરવાડ (ઉ.વ.૨૧) રહે. ટંકારા ગોકુલનગર સોસાયટી શેરી નં.૦૫ વાળાએ ફરીયાદ લખાવી છે કે પોતે ટંકારા લતીપર રોડ ઉપર આવેલ અમૃતા હોસ્પિટલમા કંપાઉન્ડર તરીકે નોકરી કરે છે તા.૨૪/૦૫/૨૪ ના રાત્રીના પોતે તથા તેમના

મોટાબાપુના દિકરા વિજયભાઈ નારણભાઈ લતીપર ચોકડી પાસે આવેલ દ્રારકેશ પાન નામની કેબીને બેઠા હતા ત્યારે કેબીન પાછળ અરજણભાઈ ટપુભાઈ જાપડા રહે. ટંકારા વાળા પેશાબ કરવા આવતા કેબીન પાછળ પેશાબ કરવાની ના પાડતા તેના હાથમાં રહેલ ધારીયાનો એક ઘા જમણા ગાલે આંખ પાસે મારેલ

દરમ્યાનમાં માત્રાભાઈ ટપુભાઈ જાપડા તથા સંજયભાઈ રાણાભાઈ જાપડા રહે. ટંકારા વાળા પણ આવી ગયેલા અને માત્રાભાઇના હાથમા લાકડાનો ધોકો હતો તેઓએ પણ મોટાબાપુના દિકરા વિજયને કાનના ઉપરના ભાગે માથા પાસે ઘા મારેલ અને સંજયે ઢીકા-પાટુનો માર મારેલ હતો આ દરમ્યાન માસીયાઈ ભાઈ

ભાવેશ તથા મિત્ર ઈમાન આવી જતા તેઓએ વચ્ચે પડી છોડાવેલ હતા. પહેલા ટંકારા સીવીલ હોસ્પિટલે અને પછી મોરબી સિવીલ હોસ્પિટલમા સારવારમા ગયેલ હતા. ફરિયાદીને ગાલે ચાર ટાંકા આવેલ છે અને વિજયને કાનના ઉપરના ભાગે પાંચ ટાંકા આવેલ છે

ખજૂરા હોટલના પાણીના હોજમાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ

રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક આવેલ હોટલ ખજૂરાના પાણીના હોજમાં ડૂબી જવાથી મોરબીના વાવડી રોડ ઉપર રહેતા રાજેશસિંહ અજીતસિંહ ઝાલા ઉ.43 નામના યુવાનનું મૃત્યુ નિપજતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

નેકનામમાં ઝેરી જનાવર કરડી જતા બાળકનું મૃત્યુ

ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ ઇડન પોલી પેક નામના કારખાનામાં રહેતા મૂળ બિહારના વતની રોશનકુમાર શાહનો ત્રણ વર્ષનો પુત્ર રાજકુમાર રમતા રમતા પાણીની કુંડીમાં પડી ગયા બાદ પાણીની કુંડીમાં ઝેરી જનાવર કરડી જતા બાળકને પડધરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

દારૂ સાથે:
ગજડી ગામે કાનાભાઇ બોરીચાની વાડીએ રહેતા બિપિન નાગરિયાભાઈ નાયકા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
હડમતિયાના હરજી ઉર્ફે વિનોદ હસમુખભાઈ વાઘેલા પીધેલ પકડાયા

કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!