વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે રવિવારે મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા મહાન સુફી સંત અને મોમીન કોમના રાહબર એવા હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારકની પરંપરાગત રીતે આસ્થાભેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારો અનુયાયીઓની હાજરીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા…
મોમીનશાહ બાવાના મોટા દિકરા, સજજાદાનશીન અને મોમીન કોમના પીર, રાહબર, ગાદીપતિ અલ્હાજ હઝરત પીર સૈયદ વિઝારતહુશેન બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઉર્ષ મુબારકની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાત્રીના ખાસ હઝરત પીર સૈયદ અલીનવાઝ બાવા દ્વારા તકરીરનું પણ આયોજન કરાયું હતું, જે બાદ સવારે કુર્આન ખ્વાની, ત્યારબાદ ન્યાઝ અને જોહર બાદ બાવા સાહેબના કુટુંબીજનોની હાજરીમાં સંદલ શરીફની પવિત્ર રશમ અદા કરવામા આવી હતી…
ઉર્ષના મુબારક પ્રસંગે સમગ્ર દરગાહ શરીફના કંપાઉન્ડને લાઈટો અને ફુલોથી શણગારવામાં આવી હતી, જેમાં રાત્રીના લાઇટોનું ઝગમગતું અજવાળું દૂરથી પણ ઉડીને આંખે વળગે તેવું આકર્ષક પેદા કરેલ…