વાંકાનેર: શહેરમાં આવેલા રામચોક ખાતે શહેનશાહ એ મશહૂર ઔલિયા હઝરત શહેનશાહે વાંકાનેર શાહબાવા (મંગલ) ના ઉર્ષ
ધામધૂમથી દર વર્ષની જેમ ઉજવવા માટે ચાહકોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી વાસી ઈદના દિવસે (મોટા ભાગે તા.૧૨-૪-૨૦૨૪ ને શુક્રવારના રોજ) સવારે ૧૦ કલાકે રસાલા રોડ ખાતે આવેલ
હજરત જોરાવર પીરની દરગાહ શરીફથી ચાદર ચઢાવી સલાતો સલામબાદ ત્યાંથી શાનદાર જુલૂસ શરીફ શરૂ થશે અને હજરત શાહબાવાના તૌફા એટલે કે શાહબાવાની ગાદી તકીયા, હઝરત શાહબાવાએ ધોકો ફેંકીને ગામ વસાવ્યું, તે
અશા યાને ધોકો, ઉર્ષ મુબારકનુ સંદલ તથા ચાદર સાથે ઢોલ ત્રાંસા બેન્ડબાજા ડીજે સાથેનું ઝુલુસ શરૂ થઈ ગ્રીન ચોક, ચાવડી ચોક, બજાર રોડ, માર્કેટ ચોક, પ્રતાપ ચોક, શાહબાવાના દરગાહ શરીફ ખાતે ચાદર ચઢાવ્યા બાદ આમ ન્યાઝ શરૂ કરવામાં આવશે જે
ન્યાઝ (પ્રસાદ) સર્વે હિન્દુ- મુસ્લિમ લોકોને બાટવામાં આવશે ત્યાર બાદ રાત્રે ઈશાની નમાઝ બાદ શાહબાવા સરકારને સંદલ મુબારક ચઢાવવામાં આવશે.
દરગાહ શરીફમાં ફંડ ફાળો આપનારને ખાસ સુચના દરગાહ શરીફે આવો ત્યારે પાકી પહોંચ મેળવીને ફંડ ફાળો આપવો,
પહોંચ વગર કોઈને એક રૂપિયો આપવો નહીં, તેમજ દરગાહ શરીફે રાખવામાં આવેલી પેટી તિજોરીમાં પણ ફંડ આપી શકો છો એમ અખબારી યાદીમાં શાહ બાવા ટ્રસ્ટ વાંકાનેર દ્વારા જાહેર અપીલ કરી છે