અંધ પાંચા બાપા ભરવાડને આંખો આપીને દેખતા કરેલ તેવા અનેક પરચા છે
આમરણ: આમરણ મુકામે હિન્દુ મુસ્લીમોની આસ્થાના પ્રતિક હજરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530 મો ઉર્ષ મુબારક તા 1/6/ને ગુરૂવારે અને ઇસ્લામી જીલ્કાદ તા 11 ના રોજ ધામધુમથી ઉજવવામાં આવશે.
આ ઉર્ષમાં લાખોની સંખ્યામાં હિન્દુ મુસ્લીમ મોટી સંખ્યામાં ઉમેટી પડશે. તા 1/6 ગુરૂવારના રોજ રાત્રે 10 વાગ્યે દરગાહ શરીફના દ્વાર સંદલ ક્રિયા માટે બંધ કરવામાં આવશે અને 12 વાગ્યે દરવાજા આમ જનતા માટે ખુલ્લા ચૂકવવામાં આવશે.
ત્યાર બાદ પહેલી ચાદર સૈયદ જાકીર હુસેન ના હાથે હાથે રાજકીય આગેવાનોની હાજરીમાં ચડાવામાં આવશે તેમજ રાત્રે ન્યાઝ (પ્રશાદી) જસદણવાળા અને જામનાગર વાળા એરન્ડીયા પરિવાર તફથી કરવામાં આવશે.
તેમજ આ ઉર્ષ માટે દાવલશાહ પીર દરગાહનો ગામ કે બહારગામ ફંડફાળો કરવામાં આવતો નથી, તેમજ આ સૂફીસંત ઓલીયાએ દાવલશાહપીરે પાંચા બાપા ભરવાડ ને આંખે દેખતા ન હતા, તેમને આંખો આપીને દેખતા કરેલ તેવા અનેક પરચા છે. તેમ હજરત દાવલશાહપીર દરગાહ ટ્રસ્ટ તથા આમરણના પત્રકાર સબીરમીયા બાવામીયા બાપુની યાદીમા જણાવાયું છે.