ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે
વાંકાનેર: આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20 ને
સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન રાત્રે 10 કલાકે મુંબઈના મશહૂર કવ્વાલ ઇફતીકાર બ્રધર્સની કવ્વાલી પણ યોજાશે. આ ઉર્ષના પ્રસંગે હાજરી
આપવા હિન્દુ-મુસ્લિમ તમામને નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.