અજમેર અને હરિદ્વાર જવા-આવવા મળશે સુવિધા
સાંસદ મોહનભાઈ કુંડારિયા 4 સપ્ટેમ્બરે ટ્રેનને લીલી ઝંડી બતાવી કરશે સ્ટોપેજ નું શુભારંભ
મોરબી : સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનના વાંકાનેર સ્ટેશન પરના સ્ટોપેજનું 4 સપ્ટેમ્બર, 2023 ના રોજ વાંકાનેર સ્ટેશન પર સવારે 07.00 કલાકે આયોજિત કાર્યક્રમમાં લીલી ઝંડી બતાવી શુભારંભ કરવામાં આવશે. આ પ્રસંગે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 19566 દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ 4 સપ્ટેમ્બર, 2023 થી વાંકાનેર સ્ટેશને દર સોમવારે સવારે 07.28 વાગ્યે આવશે અને સવારે 07.30 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ 8 સપ્ટેમ્બર, 2023 થી વાંકાનેર સ્ટેશને દર શુક્રવારે બપોરે 15.29 કલાકે આવશે અને 15.31 કલાકે ઉપડશે.
વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને http://www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ