વાંકાનેર: મોરબી જીલ્લામાંથી વર્ષ ૨૦૨૬માં હજ કમિટી-ઇન્ડિયા મારફત હજયાત્રાએ જતા તમામ હાજીઓ માટે આગામી તારીખ ૧૩/૦૨/૨૦૨૬ ને શુક્રવારના રોજ વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોહંમદી લોકશાળા, માર્કેટીગ યાર્ડ ની બાજુમાં, જીલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી અને પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.



આ કેમ્પમાં ફક્ત હજ કમિટી ઓફ ઇન્ડિયા મારફતે હજયાત્રા એ જતા હજયાત્રીઓ માટે જ તારીખ ૧૩/૦૨/૨૦૨૬ સવારે ૮:૩૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન યોજાશે, જેમાં હજયાત્રીઓએ કવર નંબર નો લેટર, પાસપોર્ટ સાઈઝ ફોટો, મેડીકલ ફીટનેશ સર્ટિફિકેટની નકલ તથા કોવિડ વેક્સીનેશ સર્ટીફીકેટ સાથે લાવવાનું રહેશે….
