આજ તારીખ ૨૦/૦૫/૨૦૨૩ ને શનિવારના વેકસીનેશન કાર્યક્રમ અને હજ ટ્રેનીંગ કેમ્પ રવિવારે યોજાશે
મોરબી જિલ્લાના હજયાત્રીઓના વેકસીનેશન કાયર્ક્રમ માં ફેરફાર થયેલ છે , તમામ હજયાત્રીઓ માટે વેક્સિન કાયર્ક્રમ મોહંમદી- લોકશાળા ચંદ્રપુર, તાલુકો વાંકાનેર મુકામે આજ તારીખ ૨૦/૦૫/૨૦૨૩ ને શનીવારના રોજ સવારે ૮:૩૦ કલાકે રાખેલ છે.
તો હજ કમિટી તથા પ્રાઇવેટ ટૂરમાં હજમાં જતાં તમામ હજયાત્રી ભાઈ-બહેનોએ તમામ આધારો સાથે સમયસર હાજર રેહવું.. વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર ૯૮૨૪૨૮૧૪૮૬
હજ ટ્રેનીંગ કેમ્પ રવિવારે યોજાશે
આ સાથે મોરબી જિલ્લાના તમામ હજયાત્રીઓ માટે યોજાનાર હજ ટ્રેનીંગ કેમ્પ તા. ૨૧/૦૫/૨૩, રવિવારના રોજ સવારે ૮ વાગ્યે ગેલેક્સી હાઇસ્કૂલ ખાતે યોજાશે, જેની તમામ હજયાત્રીઓ નોંધ લેવી.