મકતાનપર ગામે પાણીના ખાડામાં છુપાવેલી દારૂની બોટલો ઝડપી લેતી પોલીસ
વાંકાનેર : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકે રીવર્સમાં આવતા ટ્રક નંબર GJ-17-UU-1897ના ડ્રાઇવર ભીમાભાઇ એભાભાઇ ઓડેદરાએ મોરબી ઉમા ટાઉનશીપમાં રહેતા ઉમંગભાઇ મગનભાઇ અધેરાની માલિકીની GJ-01-KD-4410 નંબરની હોન્ડા સીટી કારને હડફેટે લઈ નિક્ષણ પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મકતાનપર ગામે દારૂની બોટલો ઝડપી લેતી પોલીસ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે આરોપી ઘનશ્યામભાઇ પ્રેમજીભાઇ રાણેવાડીયાએ વરડુસર ગામ તરફ જવાના કાચા રસ્તે પાણી ભરેલ ખાડામાં વિદેશી દારૂની બોટલો છુપાવી હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 5 બોટલ કિંમત રૂપિયા 1875 કબ્જે કરી હતી.
જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.