ભાવવધારા મુજબ એક વખત મુસાફરીમાં કાર, જીપ અને વાનમાં રૂ.105માંથી 110 અને રિટેનમાં રૂ.160માંથી 170 થયા
નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા તા.1 એપ્રિલથી ટોલટેકસમાં વધારો કરવામા આવ્યો છે અને તેમાં વઘાસીયા ટોલનાકે 3 ટકાનો ભાવ વધારો થયો છે. ટોલટેકસ વધવાની સાથે મુસાફરી ખર્ચમાં વધારો થશે તેમ માનવામા આવી રહ્યું છે.




મોરબી જિલ્લામાં આવતા ટોલ બુથમાં નિયમ પ્રમાણે દર વર્ષે 3 ટકા નો વધારો કરવાનો હોય છે, એ પ્રમાણે આ વર્ષે 3 ટકા નજીવો વધારો કરવામાં આવ્યો છે. જેમાં વઘાસીયા ગામે આવેલ નેશનલ હાઇવેના વઘાસીયા ટોલ નાકે થયેલા ભાવવધારા મુજબ એક વખત મુસાફરીમાં કાર, જીપ અને વાનમાં રૂ.105માંથી 110, રિટેનમાં રૂ.160માંથી 170, લાઈટ કોમર્શિયલ વાહનોના રૂ.170માંથી 180, રિટર્નમાં 260માંથી 270 અને બસ, ટ્રકના રૂ.360 માંથી 380, રિટર્નમાં 540 માંથી 565, ત્રણ એક્સલ કોમર્શિયલ વાહનના 390 માંથી 410,રિટર્નમાં 590 માંથી વધીને 620 થયા છે.
ભાવ વધારા અંગે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ આક્રોશ વ્યકત કર્યો છે.