વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સેવા સહકારી મંડળીની ગઈ કાલે શનિવારે ચૂંટણી યોજાઈ હતી, જેમાં તમામ નવનિયુક્ત હોદેદારોની વરણી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં સહકારી આગેવાન ઇસ્માઇલભાઈ કડીવારની પેનલના તમામ સભ્યોનો વિજય થયો હતો, જયારે સામે સરપંચ બસીરભાઈની પેનલના તમામ સભ્યોની હાર થઈ હતી.
મંડળીની આ ચૂંટણીમાં નાના સીમાંતની એક બેઠક પર ઇસ્માઇલ ફતેમામદ કડીવાર, મહિલા અનામતની બે બેઠક પર જોહરાબેન અયુબભાઈ કડીવાર તથા મરીયમબેન અલીભાઈ સિપાઈ તેમજ અન્ય સામાન્ય ખેડૂતની 12 બેઠક પર (1) અબ્દુલ અલીભાઇ કડીવાર (૨) અયુબભાઇ જીવાભાઈ કડીવાર, (3) ઇબ્રાહિમ હાજીભાઈ કડીવાર (૪) ઉસ્માન અલાવદી કડીવાર, (૫) ઉસ્માનગની સાવદીભાઈ કડીવાર (૬) મંજુરહુશેન ઉસ્માનભાઈ ચારોલીયા (૭) મહમદહનીફ મીરાંજીભાઈ કડીવાર (૮) મહમદહનીફ કડીવાર (૯) માહમદ અલીભાઈ ખોરજીયા (૧૦) મુખ્તાર માહમદહુશેન સિપાઈ (૧૧) રહીમ જીવાભાઈ ભોરણીયા અને (૧૨) હુશેનભઈ મામદભાઈ ખોરજીયાનો વિજય થયો હતો….