કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રેલવેના પ્રશ્નો અંગે વાલજીભાઈની સાંસદને રજુઆત

વાંકાનેર: હસનપરના સામાજીક કાર્યકર વાલજીભાઈ ઉકાભાઈ મદ્રેસાણીયાએ તા: ૦૧-૦૮-૨૦૨૩ના રેલ્વેને લગતા પ્રશ્નો બાબતે સંસદસભ્યશ્રી કેશરીદેવસિંહજી ઝાલા સમક્ષ લેખિત રજુઆત કરી હતી, પાંચ મહિના પહેલા લખાયેલા પત્રના જવાબની અરજદારને રાહ છે.
રેલ્વેને લગતા આ પ્રશ્નોની વિગત નીચે મુજબ છે.

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 10-11-2023

1) વાંકાનેર રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં. ૩-૪ ઉપર ઉત્તર દિશા તથા દક્ષીણ દિશાએ આવવા-જવાનુ રહે છે, પરંતુ ત્યાં ઢાળવાળી એકજ સીડી હોય વૃધ્ધ, અશકત તથા હેન્ડીકેપને ખુબજ મુશ્કેલી પડે છે. ઉત્તર અને દક્ષીણે સીડી અને લીફટ છે, પરંતુ પ્લેટ ફોર્મ નં. ૩-૪ માં નથી ત્યાં લીફટ થાય તે ખુબ જ જરૂરી છે…


2) વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે જ ત્રણ ફાટક આવે છે, જે વારંવાર બંધ રહે છે અને ટ્રાફીક જામ થાય છે જયાંથી હસનપર, શકિતપરા, રેલ્વે કોલોનીમાં રહેતા લોકોને આવવા- જવા વાહન માટે ખુબજ મુશ્કેલી પડે છે, જેથી રેલ્વે સ્ટેશન કોલોની તથા હસનપરથી અમરસિંહજી મીલ તરફના રસ્તે જવા-આવવા ટુવે અંડરબ્રીજ થાય તે ખુબજ જરૂરી છે….


3) વાંકાનેર રેલ્વે સ્ટેશનથી મોરબી તરફ આવવા-જવા માટે નેશનલ હાઈવેને જોડતો રસ્તો મોરબી રેલ્વે લાઈનને પેરેલલ નાળા-પુલિયા સાથે પાકો રસ્તો થાય તે ખુબજ જરૂરી છે…..

4) વાંકાનેર રેલ્વે સ્ટેશન હસનપર, વીશીપરા, સરધારકા, ધમલપરથી વાંકાનેર શહેરમાં આવવા-જવા માટે મીલ પ્લોટ, પરશુરામ પોટરી, નગર પાસેથી રેલ્વે ફાટક વાંરવાર બંધ રહે છે, ટ્રાફીક જામ થાય છે; જેથી મીલ પ્લોટથી વાંકાનેર સીટી રેલ્વે સ્ટેશન, સ્મશાન પાસેથી કોઝવે બેઠો પુલ બનાવી સ્મશાનના સામેના રેલ્વે પુલના નાળા નીચેથી રસ્તો આપી, છઅમરસીહજી હાઈસ્કુલ બાજુ આવી જઈ શકાય તે માટે રેલ્વેની મંજુરી મળે તે ખુબજ જરૂરી છે….

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!