સરકારી નોકરી મેળવનાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું
વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ દ્વારા ગઈ કાલે ચૈત્ર સુદ આઠમનાં દિવસે સમસ્ત નાઈ વાણંદ સમાજના કુળદેવી શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી 
આ શુભ પ્રસંગે માતાજીનો યજ્ઞ મહા આરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વાંકાનેર વાણંદ સમાજની દીકરીઓ જેમને તાજેતરમાં સરકારી નોકરી મેળવી છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, સમાજના રાજુભાઈ ખોરજાને પ્રમોશન મળતા 
તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર વાણંદ સમાજના પ્રમુખશ્રી ખીમજીભાઇ રાછડીયા, ઉપપ્રમુખશ્રી જયેશભાઈ પરમાર તેમજ મંત્રીશ્રી રસિકભાઈ ખોરજા તેમ જ કારોબારી સભ્યો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમનું સંચાલન રવિભાઈ લખતરીયા દ્વારા કરવામાં આવ્યુ હતું…





