પશુઓ ભટકાવવા થી કુલ ચાર વખત થયેલા બધા જ અકસ્માતો ગુજરાતમાં થયેલા છે
ગુજરાતના વલસાડમાં વંદે ભારત ટ્રેન સાથે અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. ટ્રેન સાથે ગાયની ટક્કર થઈ હતી. આ ટક્કરમાં ટ્રેનનો આગળના ભાગે નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધી ચાર વખત પશુઓ ટકરાઈ ચુક્યા છે. પહેલા બે અકસ્માત અમદાવાદ અને પછી આણંદ પાસે ટ્રેન સાથે પશુઓની ટક્કર થઈ હતી. હવે ચોથી વખત વલસાડ પાસે ટ્રેન અકસ્માતનો ભોગ બની હતી. આ જ મહિનામાં છ અને ૭ ઑક્ટોબરે ઉપરાઉપરી બે વખત વંદે ભારત ટ્રેનનો અકસ્માત થયો હતો. જ્યારે ૮ ઑક્ટોબરે મુંબઈ જઈ રહેલી આ ટ્રેનનો આણંદ નજીક અકસ્માત સર્જાયો હતો.
ગાંધીનગરથી મુંબઈ વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વલસાડમાં એકવાર ફરીથી ગાય ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો. વંદે ભારત એક્સપ્રેસનો અતુલ સ્ટેશન નજીક અકસ્માત થયો હતો. ૨૯ ઓકટોબરના સવારે આ ટ્રેન સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક્સપ્રેસ ટ્રેનનું કપલર કવર પણ ક્ષતિગ્રસ્ત થયું હતું. આ ઉપરાંત બીસીયુ કવર પણ ડેમેજ થયું હતું. પશુઓ ભટકાવવા થી કુલ ચાર વખત થયેલા બધા જ અકસ્માતો ગુજરાતમાં થયેલા છે .