સંજય વ્યાસનો આ કાર્યક્રમ સાંજના ૪:૩૦ કલાકે પ્રસારીત થશે
વાંકાનેર, તા. ૬ : અમદાવાદથી પ્રસારીત થતી ડી.ડી.ગિરનાર ચેનલ પર કાલે તા.
૭ ને રવિવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે વાંકાનેરનું ઘરેણું સમાન હાસ્ય કલાકાર સંજય વ્યાસનો હાસ્ય કાર્યક્રમ ‘ગમ્મત ગુલાલ’ પ્રસારીત થશે.
આ સંજય વ્યાસ હાસ્ય કલાકાર ઉપરાંત ટી.વી. આટિસ્ટ, એકટર, એન્કર ગેમ જોકી તથા ઇવેન્ટ ડીરેકટર છે. આ અગાઉ પણ અલગ અલગ ચેનલો પર ગેમ તથા હાસ્યના કાર્યક્રમો આપી ચૂકેલા છે. વાંકાનેરના પૂર્વ પ્રિન્સીપાલ શ્રી દેવું સાહેબ વ્યાસના પુત્ર છે, અને પોતે પણ ગ્રેજ્યુએટ કરી ચુકયા છે. તે નાનપણથી જ અભ્યાસ સાથે-સાથ કલા પ્રસારીત કરવાનો શોખ ધરાવે છે.
આવતીકાલે તા. ૭ ના રોજ ઉપરોકત ચેનલ પર સાંજે ૪ : ૩૦ કલાકે ‘ગમ્મત ગુલાલ’ કાર્યક્રમ અચુક નિહાળવા જેવો છે.