કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

માતાના મઢ જતા વાંકાનેરવાસીનું અકસ્માતમાં મોત

કચ્છના અંજાર તાલુકામાં બાઈક અને બોલેરોના અકસ્માતમાં યુવાનનો ભોગ: ઇજાગ્રસ્ત સાથીદાર દવાખાનામાં

વાંકાનેર: જાણવા મળ્યા મુજબ અંજાર તાલુકાના ચાંદ્રાણી પાસે વાંકાનેરના બાઈકસવાર યુવાનોને અકસ્માત નડયો હતો. બોલેરો જીપકાર સાથેના અકસ્માતમાં વાંકાનેરના દશરથ ધરમશી મકવાણાનું મોત નીપજ્યું હતું, જ્યારે એક જણને ઈજાઓ પહોંચી છે. ચાંદ્રાણી બાયપાસ રોડ પાસે ગઈ કાલે સાંજના અરસામાં બંસી પેટ્રોલપંપ નજીક માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો. પૂરપાટ ઝડપે આવતી બોલેરો જીપકારના ચાલકે બાઈકને હડફેટે લીધી હતી…

વાંકાનેરના રહેવાસી બાઈક ચાલક દશરથભાઈને માથા સહિતના ભાગમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે બાઈકમાં સવાર નીતિન ડાભીને ઈજાઓ પહોંચી હતી, તેની સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હોવાનું પોલીસે કહ્યું હતું. યુવાનો ક્યાં જતા હતા, તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. સંભવત: માતાના મઢ ખાતે દર્શન કરવા જતા હોવાનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે. અકસ્માતના બનવાના પગલે લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં. આ અંગે મોડી રાત્રિ સુધી ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!