કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જિલ્લામાં વાંકાનેર તાલુકો વ્યસનમાં અગ્રેસર !

વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ કરવામાં આવ્યો

વાંકાનેર દોશી કોલેજના પ્રિન્સીપાલ વાય. એ. ચુડાસમા તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ વાંકાનેરમાં વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો,

જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે. ચાનિયા જિલ્લા બાળ સુરક્ષા એકમ કો ઓર્ડીનેટર રંજનબેન મકવાણા અને એલ્ડર લાઈન ૧૪૫૬૭ (સામાજિક ન્યાય અને અધિકરીતા વિભાગ) ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર તથા

વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર (મહિલા અને બાળ વિકાસ વિભાગ)ના કાઉન્સિલર તેજલબા ગઢવી તેમજ દોશી કોલેજના પ્રાધ્યાપક ડો. ચંદારાણા તથા ખ્યાતિબેન, કોમલબેન વર્ષાબેન હેમાંગીબેન અને નિકીતાબેન હાજરી આપી હતી.


અત્રે ઉલેખનીય છે કે, WHOના રિસર્ચ પ્રમાણે મોરબી જિલ્લો વ્યસનમાં બીજા ક્રમાંકે અને તેમાંથી વાંકાનેર તાલુકો અગ્રેસર છે ત્યારે વ્યસન કરવું એ ખોટું છે એ સમજવું સૌથી મહત્વની વસ્તુ છે !


દારૂ અને માદક પીણાનું વ્યસન કેટલા બધા વર્ષોની મહેનત અને ટેલેન્ટને નષ્ટ કરી દે છે, જે મહેનતને કારણે તેઓએ પોતાના ધ્યેયને હાંસલ કરેલું હોય છે અને લોકોના હ્રદયમાં સામ્રાજ્ય જમાવ્યું હોય છે, આ બધુ ક્ષણવારમાં જ સંપૂર્ણપણે નાશ પામી જાય છે!

તેઓએ ક્ષણિક આનંદ ખાતર આવું શરૂ કર્યુ હોય છે. તે આગળ જતાં તેમની અપકીર્તિમાં બદલાઇ જાય છે અને જીવન અસ્તવ્યસ્ત થઇ જાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દોશી કોલેજના પ્રિન્સીપાલ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!