મિલકોલોનીમાં રસ્તામાં પાણી ભરાતા 108 ન પહોંચી શકી
ઓળ, જુની કલાવડી, કેરાળા, મેસરિયા, દેરાળા અને કાનપરના સમાચાર
* વાંકાનેર મિલકોલોનીના રાજભા ઝાલા જણાવે છે કે તેની કોલોનીમાં ઢોસાવાળા મહિલા બીમાર હોઈ 108 બોલાવેલ પણ રસ્તામાં પાણી ભરાઈ ગયેલ હોઈ અને પીડિતના ઘર સુધી તે પહોંચી શકે તેમ ન હોઈ મહિલાને ખાટલામાં સુવડાવી લોકોને જવા પડેલ હતા
* જુની કલાવડીના ગુલાબ દેકાવાડીયા જણાવે છે કે સતત વરસાદ બે દિવસથી ચાલુ હોય જૂની કલાવડી અને નવી કલાવડી ગામ બીજા ગામોથી સંપર્ક વિહોણા બની ગયેલ છે…
* કેરાળાના નુરમામદ બાદી જણાવે છે કે પોતાના ગામ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે તા 25/8/24 બપોર ના 1.00 વાગ્યેથી તા 27/8/24 સવારના 7.00 વાગ્યા સુધી 42 કલાકમાં કુલ 29 ઇંચ વરસાદ પડેલ છે
* ઓળ ગામના કાળુભાઇ કાંકરેચા જણાવે છે કે ગયા ત્રણ દિવસથી વધારે વરસાદના કારણે પાડધરા- મકતાનપર- ઓળ રોડ ખીમાવીરડા વોકરા ઉપર વધારે પાણીની આવકના કારણે રસ્તો બંધ થયેલ છે
* મેસરિયાના લાલજી સાંકળિયા જણાવે છે કે મેસરિયા નવાપરા રોડ પુરો ખરાબ ધોવાય ગ્યો છે…
* દેરાળાના જયંતીભાઈ જવાભાઇ ધરજીયા જણાવે છે કે દેરાળા જાલીને જોડતો રસ્તો બંધ- દેરાળા અને રાજસ્થળી સંપર્ક વિહોણા
* કાનપરના વકાલીયા અહમદ નૂરમામદની દીવાલ ધરાશાયી- નજીક બાંધેલી બકરીનો બચાવ
* રાહીલ યુ.દેકાવાડીયા જણાવે છે કે N-H- 27 નૂરાની ચેમ્બર મોમીનશા બાવા ની દરગાહ ની બાજુમાં દેકાવાડીયા એન્ટરપ્રાઈઝ માં પાણી ભરાતા નુકશાની