ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી-મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને રજૂઆત
વાંકાનેર: ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આરટીઓના અધિકારીઓ મનસ્વી વલણ દાખવીને લાખો રૂપિયાનો ખોટા મેમો ફટકારી રહ્યા છે આ મામલે વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રીએ નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે આ મામલે પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર અને અન્ય બોર્ડર અને આરટીઓ (નવાપુર/ નંદુરબાર/ ધુલે/ જલગાંવ/ ડેડિયાપાડા) દરેક જગ્યાએ કોઈને કોઈ રીતે ખોટા મેમ આપવામાં આવી રહ્યા છે. અને અન્ય ટ્રાન્સપોર્ટ માલિકો પણ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી ત્યાંના RTO અધિકારીઓ વાહનચાલકોને હેરાન કરીને કે ગેરવર્તણૂક કરીને વાહનોના ખોટા મેમો કરી રહ્યા છે.
ગુજરાતના તમામ વાહનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.અત્યાર સુધીમાં 60 થી 90 લાખના મેમો અને ચાલીસથી પચાસ હજારના ઈન્વોઈસ આપવામાં આવ્યા છે. તો ટ્રક માલિકે શું કરવું જોઈએ? આ અધિકારીઓ તેમના અંગત વાત હેઠળ ખોટા મેમો આપીને કનડગત કરી રહ્યા છે. ત્યારે આ સમસ્યાનો ઉકેલ લાવવાની રજુઆત વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી.