હળવદ પંથકમાંથી દાડમનો એક્સપોર્ટનો ધંધાર્થી
કેનાલ કાંઠે યુવાનું મોટરસાયકલ, કપડા, ચંપલ, પાકિટ, મોબાઈલ સહિતની વસ્તુઓ મળી આવી
વાંકાનેર: હળવદની મોરબી-માળિયા ચોકડી પાસે આવેલી નર્મદા કેનાલમાં યુવક ગઈ કાલે બપોરે ડૂબ્યો હતો.
આ બનાવની જાણ થતા જ હળવદ નગરપાલિકા ફાયર ફાઈટર ટીમ તેમજ સ્થાનિક તરવૈયા ઘટના સ્થળે પહોંચીને યુવકની શોધખોળ હાથ ધરી હતી.
હળવદની મોરબી-માળિયા ચોકડી પાસે આવેલી નર્મદા કેનાલમાં એક યુવાન બપોરે 3 વાગ્યાની આસપાસ નહાવા પડ્યો હતો.
તે સમયે અચાનક તે પાણીમાં ગરકવા થતા ડૂબ્યો હતો.
ડુબનાર યુવાન વાંકાનેરનો સંદીપ કિર્તિભાઈ વ્યાસ હોવાની હાલ વિગતો સામે આવી રહી છે. યુવાન હળવદ પંથકમાંથી દાડમનો એક્સપોર્ટનો ધંધો કરતો હતો.
ત્યારે શુક્રવારે કન્ટેનર ભરવા આવ્યો હોવાનું અને બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા યુવાન નર્મદા કેનાલમાં નાહવા પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. નર્મદા કેનાલ કાંઠે યુવાનું મોટરસાયકલ, કપડા, ચંપલ, પાકિટ, મોબાઈલ સહિતની વસ્તુઓ મળી આવી છે.
બનાવની જાણ થતા જ હળવદ નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ તેમજ સ્થાનિક ટીકરના તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બે કલાકથી પણ વધુ સમય વીત્યો છતાં હજુ યુવાન નહોતો મળી આવ્યો. તો બીજી તરફ ઘટનાની જાણ થતા પરિવાર પણ દોડી આવ્યો હતો.
આથી વધુ સમાચાર અત્રે ઉપલબ્ધ નથી
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું