જિલ્લા સ્તરે લાંબીકૂદમાં પ્રથમ અને 400 મીટર માં દ્વિતીય નંબર
વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ( SGFI ) મોરબી જિલ્લા કક્ષાની શાળાકીય સ્પર્ધા જે હળવદ મુકામે યોજાયેલ. જે અંતર્ગત એથ્લેટીક્સ સ્પર્ધામાં 


સિપાઈ ઈરમ રિયાજુદ્દીનભાઈ એ 400 મીટર દોડ તેમજ લાંબીકૂદમાં ભાગ લીધેલ. જેમાં લાંબીકૂદમાં પ્રથમ નંબર મેળવેલ અને 400 મીટર માં દ્વિતીય નંબર મેળવેલ. સમગ્ર જિલ્લામાં લાંબીકૂદમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી આગામી સમયમાં રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે, આમ વાંકાનેર તાલુકા તેમજ વાંકિયા 1 પ્રાથમિક શાળા અને વાંકિયા ગામનું ગૌરવ વધારેલ છે…