વાંકાનેર: તાલુકાના વરડુસર ગામના એક યુવાન બાઈક લઈને જામસર તળાવ નજીકથી પસાર થતો હતો, ત્યારે અકસ્માતે મોટર સાયકલ સાથે પડી જતા યુવાનનું મોત થયું હતું…






જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામના વતની સુરેશભાઈ ભુદરભાઈ અગેચાણીયા (ઉ.વ.39) નામનો યુવાન પોતાનું પ્લેઝર બાઈક નંબર GJ 36 AG 0845 લઈને જામસર ગામના તળાવ નજીકથી પસાર થતો હતો, ત્યારે અકસ્માતે મોટર સાયકલ સાથે પડી જતા યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….

