




વાંકાનેરમાં વર્ષો પુરાણી પૌરાણિક પૂજ્ય શ્રી મુનિબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ તા, ૧૭ મીના શુક્રવારના રોજ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના મહંત ૫ પૂજ્ય સદગુરૂદેવશ્રી રામકિશોરદાસજીબાપુની ( ૧૫ મી પુણ્યતિથિ ) નિમિત્તે સવારે ૯ : ૨૦ કલાકે ૫ પુ સદગુરૂદેવ રામકિશોરદાસજી બાપુનું વિશેષ પૂજન અર્ચનવિધિ શ્રી ફળેશ્વર મહાદેવ સેવા સમીતીના સર્વ ભાવિક, ભક્તજનોએ તેમજ શ્રી ફળેશ્વર મંદિરના સંચાલકશ્રી વિશાલભાઈ પટેલે કરેલ હતી જે પૂજનવિધિ શ્રી મેહુલભાઈ મહારાજે ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે શાષોક મંત્રો દ્વારા કરાવેલ હતી તૅમજ સવારે ૧૦ વાગ્યાંથી બપોરે ૧૨ વાગ્યાં સુધી શ્રી ફળેશ્વર મહિલા મંડળ દ્વારા ધૂન સકીર્તનનો કાર્યક્રમ યોજાયેલ હતો.
તૅમજ સવારે ૧૧:૩૦ કલાકથી “મહાપ્રસાદ” યોજાયેલ હતો જેમાં વિશાળ સંખ્યામાં ભાવિક, ભક્તજનોએ પુ સદગુરૂ રામકિશોરદાસજીબાપુની પુણ્યતિથિનો મહાપ્રસાદ લીધેલ હતો, જે યાદી ફળેશ્વર મહાદેવ મંદિરના સંચાલક શ્રી વિશાલભાઈ પટેલે જણાવેલ છે.