નશો કરેલ હાલતમાં બે જણા તથા દેશી દારૂ સાથે એક સામે કાર્યવાહી
વાંકાનેર: વીડી જાંબુડિયાના એક શખ્સને વરલી મટકાના આંકડા લખતા, નશો કરેલ હાલતમાં બે જણાને તથા દેશી દારૂ સાથે એકને પોલીસ ખાતાએ પકડેલ છે….
જાણવા મળ્યા મુજબ વીડી જાંબુડિયાના જાહલ વસાભાઈ કાંજીયા (ઉ.20) રાતાવીરડા ગામની સીમમાં આવેલ લોનીક્ષક સીરામીક પાસે રોડ પરથી વરલી મટકાના આંકડા લખતા રૂપિયા 5/ સાથે પોલીસ ખાતાએ પકડેલ છે…
નશો કરેલ બે જણા પકડાયા:
લાલપરના અબ્બાસ અલારખાભાઇ દલવાણીને અને વાંકાનેર માં હોસ્પિટલ વાળી શેરીમાં રહેતા કૂકા કરશન ચૌહાણને પોલીસ ખાતાએ નશો કરેલ હાલતમાં પકડેલ છે
દેશી દારૂ સાથે પકડાયા:
ભીમગૂડાના લાલજી અવચરભાઈ ચારલા માટેલ રોડ ભવાની કાંટા પાસે ખરાબામાં 16 કોથળી દેશી દારૂ સાથે પોલીસ ખાતાએ પકડેલ છે…
