માટેલના પરપ્રાંતીય મજૂરનું તાવ સબબ મૃત્યુ
વાંકાનેર: માટેલ પાસેના વીરપર ગામનો પરિવાર બાઇકમાં જતો હતો, ત્યારે વાંકાનેર હાઇવે બંધુનગર ગામ પાસે તેમનું બાઈક સ્લીપ થવાનો અકસ્માત બનાવ બન્યો હતો. બીજા બનાવમાં માટેલ રહેતા પરપ્રાંતીય મજૂરનું તાવ સબબ મૃત્યુ નીપજ્યું હતું…


જાણવા મળ્યા મુજબ વીરપર ગામના પીન્ટુભાઇ સિંધાભાઈ રીબડીયા (ઉ.૨૮), મનિષાબેન પીન્ટુભાઇ રીબડીયા (ઉ.૨૨) અને તેઓની પુત્રી પ્રિયા પિન્ટુભાઈ (ઉંમર વર્ષ ૨) બાઇકમાં જતા હતા, ત્યારે મોરબી- વાંકાનેર હાઇવે બંધુનગર ગામ પાસે તેમનું બાઈક સ્લીપ થવાનો અકસ્માત બનાવ બન્યો હતો.આ બનાવમાં ત્રણેયને સારવાર માટે ખાનગી હોસ્પિટલએ લઈ જવામાં આવ્યા હતા. જેની જાણ થતા તાલુકા પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.

પરપ્રાંતીય મજૂરનું તાવ સબબ મૃત્યુ
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં લેટોજા સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરીકામ કરતાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અરવિંદભાઈ જોગડીયાભાઈ ગુડિયા (28) નામના યુવાનને છેલ્લા પાંચેક દિવસથી તાવ આવતો હતો અને તાવની બીમારી સબબ તેને રફાળેશ્વર પાસે આવેલ એપેક્સ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું
