ટંકારા તાલુકાના વીરવાવ ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની સાત વર્ષની દીકરીને સાપ કરડી જતા તેને સારવાર માટે પ્રથમ ટંકારા ત્યાંથી મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના વીરવાવ ગામની સીમમાં આવેલ વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા
હિતેશભાઈ ભીલની સાત વર્ષની દીકરી પાયલને વાડીએ હતી ત્યારે સાપ કરડી જતા તેને સારવાર માટે પ્રથમ ટંકારા સરકારી હોસ્પિટલ
ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને હાલમાં તે બાળકીને સારવાર માટે
રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે જોકે, આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં
આવતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં ને આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે