છતર નજીક બાઈક સ્લીપ થતા રાજકોટના યુવાનનું મૃત્યુ
વાંકાનેર: મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો…
જેમાં માજુભાઈ મગનભાઈ બામણીયા (18) નામના યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે પ્રથમ ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવા આવી હતી જેથી પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોય ત્યાં આ બનાવની જાણ કરેલ છે…
છતર નજીક બાઈક સ્લીપ થતા રાજકોટના યુવાનનું મૃત્યુ
રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના છતર નજીક બાઈક લઈને જઈ રહેલા રાજકોટના બેડી ગામના રહેવાસી મનસુખભાઇ દેવરાજભાઈ જેઠા (ઉ.48) નામના યુવાનનું બાઈક સ્લીપ થઈ જતા ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઇજાઓ પહોંચતા મનસુખભાઇનું મૃત્યુ નિપજતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.