છરી સાથે પકડાયા
વાંકાનેર: વઘાસીયા ટોલ નાકા પાસેથી એલસીબી મોરબીએ ચોટીલા તાલુકાના ચીરોડા ગામના બે જણાને હુન્ડાઈ ગાડી ભરીને દેશી દારૂ લઇ જતા પકડાયેલ છે….. જાણવા મળ્યા મુજબ મોરબી એલસીબી ખાતાએ મળેલ બાતમીના આધારે રાતના અઢી વાગે વઘાસીયા ટોલનાકા પાસેથી એક સફેદ કલરની હુન્ડાઇ I-20 ગાડી રજી.નંબર-GJ-01-RM-3763 વાળીમાં દેશી દારૂ લીટર-૪૦૦ કી.રૂ.૮૦,૦૦૦/ ભરેલી પકડેલ છે, હાજર આરોપી ચોટીલા તાલુકાના ચીરોડા (ભાદર)ના રહીશ વિજય લાખાભાઇ ચૌહાણ અને જયંતિ જકશીભાઈ ચૌહાણને પૂછપરછ કરતા
દારૂ ચીરોડાના ફરીદાબેન જયંતિ ચૌહાણે મોરબી તાલુકાના ધરમપૂરના રવિ ઉર્ફે માસ રમેશભાઈ કોળીને પહોંચાડવાનો હોવાનું ખુલતા તેમને પણ આરોપી બનાવેલ છે, આમ વાહનમાં દેશી દારૂની હેરાફેરી કરી કુલ કિ.રૂ.૨,૮૦,૦૦૦/- ના મુદામાલ સાથે હાજર મળી આવી આરોપી નંબર-૩, ૪, હાજર નહિ મળી આરોપીઓએ એકબીજા સાથે મદદગારી કરી ગુન્હો પ્રોહી એક્ટ કલમ-૬૫(ઈ), ૮૧,૯૮(૨), મુજબ નોંધાયેલ છે…
કાર્યવાહી પો.કોન્સ.એલ.સી.બી.મોરબી ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલા તથા પેરોલફલો સ્કવોડના એ.એસ.આઈ.રામભાઈ નારણભાઈ મંઢ દ્વારા કરવામાં આવી હતી….
છરી સાથે પકડાયા
વાંકાનેર જીનપરા શેરી નં 8 માં રહેતા ભરતસિંહ બાબુભા ઝાલા પકડાતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે…