વાંકાનેર: નવા ધમલપર મુકામે 12 એપ્રિલના રોજ વેલનાથ બાપુ તથા હનુમાન દાદાની જન્મ જયંતી નિમિત્તે વેલનાથ બાપુની પરંપરાગત ભવ્ય શોભાયાત્રા નીકળશે. 12 એપ્રિલે બપોરે 3 કલાકે ગેલ માતાજીના મંદિરેથી શોભાયાત્રા શરૂ થશે. ભુવા પરસોત્તમભાઈ બાવરવાના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. :: શોભાયાત્રાનો રૂટ::
હસનપર – શક્તિપરા- મિલ સોસાયટી – મિલ પ્લોટ – વીશીપરા થઈ ધમલપર નં. ૨ વેલનાથ બાપુના મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે. આ ભવ્ય શોભા યાત્રામાં બહોળી સંખ્યામાં જોડાઈને જીવન ધન્ય કરવા માટે બધા લોકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે….
સંપર્ક સૂત્ર: 9825653000, 9067473866, 9870063324, 9375056545, 9727335718, 7405535729, 9879997519
નોંધ: શોભાયાત્રામાં મોડીફાઇડ સાઇલેન્સર વાળા બાઇક કે હથીયાર અથવા કેફી પીણા પીધેલ લોકો પર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તેની નોંધ લેવી…