મહિલાના પતિ ઈજાગ્રસ્ત
ડબલ સવારી બાઇકમાં નવાપરા તરફ જતા હતા
વાંકાનેર: અહીં જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઇવે પર ગઈ કાલે સાંજના સમયે વાંકાનેરથી નવાપરા તરફ જતા એક ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા હાલ વેલનાથપરામાં રહેતા મુળ હસનપરના મહિલાનું મોત થયું છે અને એમના પતિને ઇજા થઇ છે..

જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઇવે પર હોટલ હરસિધ્ધિ સામે ગઈ કાલે બુધવારે સાંજના સમયે વાંકાનેરથી નવાપરા તરફ જતા એક ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં

બાઇકમાં સવાર હાલ વેલનાથપરામાં રહેતા શારદાબેન પ્રવિણભાઇ સારલા (ઉ.વ. ૪૫) ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું, જ્યારે બાઇક ચાલક પ્રવિણભાઇ હેમુભાઈ સારલાને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, વાહન ચાલક ભાગી છૂટ્યો હતો…
