રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 225 નાં ગર્ડર બદલવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન 27 જૂન, 2025 સુધી સપ્તાહમાં બે દિવસ પ્રભાવિત રહેશે. વિગતવાર માહિતી નીચે મુજબ છે:


ટ્રેન 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ 30.05.2025 થી 27.06.2025 સુધી દર શુક્રવારે અને રવિવારે વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 7:30 વાગ્યાને બદલે 1 કલાક 15 મિનિટ મોડી એટલે કે 8:45 વાગ્યે ઉપડશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના વિશેની વિગતવાર માહિતી માટે, યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે…
