વાંકાનેર: પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-સુરત અને સુરત-વેરાવળ સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ ટ્રેનોને 8 જાન્યુઆરીથી વાંકાનેર સ્ટોપેજ આપવાનું નક્કી કરાયું છે.
આ સાથે 5 સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત વિન્ટર સ્પેશિયલ 09 જાન્યુઆરી, 2024થી અને ટ્રેન નંબર 09017 સુરત-વેરાવળ વિન્ટર સ્પેશિયલ 08 જાન્યુઆરી, 2024થી 5 વધારાના સ્ટેશનો પર ઉભી રહેશે જેમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, નડિયાદ, આણંદ અને ભરૂચનો સમાવેશ થાય છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો