નેસડા (ખા) ના વ્યક્તિનું બાઇક સ્લીપ
વાંકાનેર: અહીં લિબાળાનાં મહીલા સાથે મારામારીના કેસમાં ધાક બેસાડતો હુકમ: આરોપીને સજા કરી છે…
આ કેસની વિગત એવી છે કે તા. ૫-૧૧-૨૩ ના રોજ સાંજના સાતેક વાગે ફરીયાદી, ગામની દૂધની ડેરીએ દૂધ આપી પરત આવતા હતા ત્યારે ડંકી પાસે પહોંચતા તેઓના ગામના શંકરભાઇ ઉર્ફે સંઘો પ્રેમજીભાઇ સીતાપરા ફરીયાદી શારદાબેન પાસે આવી તેના હાથમાં રહેલી
લાકડીના ધોકાથી ફરીયાદીને જેમફાવે તેમ મારવા લાગેલ અને ગાળો દેવા લાગેલ અને માથામાં ઇજા થતાં પડી જતાં આરોપીએ ફરીયાદીના બંને હાથે લાકડી મારી ફ્રેકચર કરેલ. જે અંગેની ફરીયાદીએ ફરીયાદ વાંકાનેર સીટી પો. સ્ટે. એ. ભારતીય દંડ સંહીતાની કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) તથા જી. પી. એકટની કલમ-૧૩૫ મુજબના ગુનાની ફરીયાદ થતા ગુનો દાખલ થયેલ હતો….
જયુડી. મેજી. વાંકાનેર એસ. કે. પટેલની કોર્ટમાં ચાલી જતાં સરકારી મહિલા વકીલ શ્રી એ. એન. પટેલની દલીલો સાંભળી એક મહીલા સાથે મારામારી કરતા સમાજમાં ધાક બેસાડતો ચૂકાદો આપી આરોપી શંકરભાઇ ઉર્ફે સંઘો પ્રેમજીભાઇ સીતાપરાને ભારતીય દંડ સંહિતાની કલમ ૩ર૩ માં છ માસની સજા અને ભારતીય દંડ સંહિતાની કલમ -૩૨પ માં ત્રણ વર્ષની સજા કરી ઉપરાંત ફરીયાદી ઇજા પામનારને રૂા. વીસ હજારનું વળતર આપવાનો હુકમ કરી સમાજમાં દાખલા બેસાડેલ છે….
નેસડા (ખા) ના વ્યક્તિનું બાઇક સ્લીપ
ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામે રહેતા રણછોડભાઈ ભગવાનભાઈ ભાડજા નામના વ્યક્તિ બાઈક લઈને થોરાળા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક આડે ગાય ઉતરતા બાઇક સ્લીપ થયું હતું જેથી રણછોડભાઈ ભાડજાને ઇજાઓ થઈ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે…