લીંબાળા ગામે પ્રેમલગ્ન કરનાર યુવાનના માતા ઉપર હુમલો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતા યુવાને પ્રેમલગ્ન કરી લેતા યુવતીના પિતાએ જમાઈના માતા એટલે કે વેવાણ ઉપર લાકડી વડે હુમલો કરી બન્ને હાથ ભાંગી નાખતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતા શારદાબેન જાદવભાઈ સીતાપરાના પુત્રએ આરોપી શંકર ઉર્ફે સંઘો પ્રેમજીભાઈ સીતાપરા રહે.લીંબાળા વાળાની પુત્રી સાથે પ્રેમલગ્ન કરી લેતા ઉશ્કેરાયેલા આરોપી શંકર ઉર્ફે સંઘો પ્રેમજીભાઈ સીતાપરાએ લીંબાળા ગામની સરકારી દુધની ડેરી પાસે શારદાબેન ઉપર લાકડી વડે હુમલો કરી બન્ને હાથમાં ફ્રેક્ચર કરી નાખતા શારદાબેને આરોપી શંકર ઉર્ફે સંઘા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો
આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો
અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો