જીનપરામાંથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી: અંધારામાં લપાતો છુપાતો
વાંકાનેર: ઢુવા પાસે ટ્રકમાંથી ડીઝલ ચોરી થતી હોવાનો બનાવ સામે આવ્યો છે. મોડી રાત્રે થતી આ કરતૂતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે…મળેલ માહિતી મુજબ હાઇવે ઉપર ડીઝલ ચોરીની ફરિયાદો મળી રહી છે. ઢુવા નજીક સનહાર્ટ સિરામિક પાસે આવેલ પરિશ્રમ ચેમ્બરની બાજુમાં પાર્ક કરાયેલા ટ્રકમાંથી ગત મોડી રાત્રે ડીઝલ ચોરી કરવામાં આવ્યું હતું. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં દર્શાઇ રહ્યું છે કે અજાણ્યા શખ્સો બુકાની બાંધીને કારમાં ધસી આવ્યા હતા. તેઓએ કાર સાઈડમાં રાખી ટ્રકમાંથી ડીઝલના કેરબા ભરી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસ ખાતું આ બાબતે શું કાર્યવાહી કરે છે, એ તરફ લોકોની મીટ છે…
જીનપરામાંથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી
વાંકાનેર જીનપરા રંગવાળી શેરીમાં રહેતા અનિરૂધ્ધસિંહ દેવસીંગભાઈ સોલંકી
(ઉ.વ.45) વાળા પાસેથી ગેરકાયદેસર પાસ ૫રમીટ કે આધાર વગર ભારતિય બનાવટના પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂની BLENDERS PRIDE 750 M.L લખેલ કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૦૧ કી.રૂ.૮૫૦/- નો મુદ્દામાલ વેચાણ કરવાના આશયથી રેઈડ દરમ્યાન મળી આવતા ગુન્હો-પ્રોહી.એકટ કલમ-૬૫એ, ૧૧૬ બી મુજબ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે…
અંધારામાં લપાતો છુપાતો
વાંકાનેર ચંદ્રપુર અલંકાર હોટલ પાછળ રહેતો હરેશભાઈ બટુકભાઈ પરમાર (ઉ.વ.41) વાળા કોઠી ગામના બોર્ડ પાસે મોડી રાત્રીના અંધારામાં લપાતો છુપાતો બંધ દુકાનના તાળા ફંફોળતો કોઈ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા ગુન્હો જી.પી.એકટ કલમ ૧૨૨ (સી) મુજબ નોંધી આગળની કાર્યવાહી પોલીસ ખાતાએ શરુ કરી છે…