જુગાર રમતા ચાર પકડાયા, એક ભાગ્યો: અમરસર ધારે દારૂ વેચાતો હતો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીડી જાંબુડિયા ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા પ્રવિણ પાંચાભાઈ કાંજીયા, અર્જુન ભાવેશભાઈ કાંજીયા, સતીશ હર્ષદભાઈ વૈષ્ણવ અને કિશન જેમાભાઈ દેકાવાડિયાને રોકડા રૂપિયા 700 સાથે ઝડપી લીધા હતા. જો કે, દરોડા દરમિયાન કિશન દાનાભાઈ કાંજીયા નામનો આરોપી નાસી ગયો હતો જેથી પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
દેશી દારૂ સાથે
વાંકાનેરમાં આરોપી દેવજીભાઇ મચ્છાભાઇ જખાણીયા અમરસર ગામની ધાર પાસે રૂપિયા ૬૦ની કિમતના ૦૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.