કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વીજ કનેક્શન, લોડ વધારા અને નામફેર માટે જરૂરી દસ્તાવેજો

ગુંદાખડામાં વીજ ચેકિંગ વખતે ગ્રામજનોની માથાકૂટ

૩૩ કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ

વાંકાનેર: તાલુકાના ગ્રામ્ય અને સિટી વિસ્તારમાં કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવનું વીજ કંપની દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને જુદા જુદા સ્થળ ઉપરથી વીજ ચોરી પકડવામાં આવેલ છે જેમાં વાંકાનેર તાલુકાના છેવાડાના ગુંદાખડા અને નાળિયેરી ગામેથી 33 જેટલા કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ છે, અને અંદાજે પાંચ લાખનો દંડ ફટકાર્યો છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર ગ્રામ્ય પેટા-1, વાંકાનેર સીટી વિસ્તારમાં ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે દરમિયાન કેટલાક વીજ કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
વીજ કંપનીની ચેકિંગ માટેની ટીમો વાંકાનેર નજીકના ગુંદાખડા ગામે પહોંચી હતી ત્યારે ગામના લોકો દ્વારા વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓ સાથે બોલાચારી કરી માથાકૂટ કરવામાં આવી હતી તેમ છતાં પણ વીજ કંપનીના અધિકારીઓ દ્વારા ચેકિંગની કામગીરી પોલીસના બંદોબસ્ત વચ્ચે પૂર્ણ કરવામાં આવી હતી.

ગુંદાખડા અને નાળિયેરી ગામેથી 33 જેટલા વીજ કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ હતી જેથી જુદાજુદા આસામીઓને અંદાજે પાંચ લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે અને સાંજ સુધીમાં વીજ ચોરીની રકમનો આંકડો વધે તેવી શક્યતા દેખાઈ રહી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!