વાંકાનેર: વિનોદભાઈ પ્રભુદાસભાઈ કટારીયા (ઉં.૬૨) સૌરાષ્ટ્રના વાંકાનેરના ભાજપ – રઘુવંશી અગ્રણી અને રામધામ ટ્રસ્ટ- જાલીડાના ટ્રસ્ટીનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થતા લુહાણા સમાજ અને વ્યાપારી જગતમાં ઘેર શોકની લાગણી વ્યાપી ગઈ છે. વિનુભાઈ કટારીયા ૧૯૯૦ માં અડવાણીજીની ધરપકડના વિરોધમાં વિમાન હાઈજેકનો પ્રયાસ કરી ચર્ચા જગાવી હતી તેઓએ ગત રાત્રે અંતિમ શ્વાસ લીધા.
રઘુવંશી વિકાસ સંકુલ, સેવા શ્રદ્ધા અને સંગઠન ના ત્રિવેણી સંગમ સમા રામધામ નિર્માણના પાયાના પથ્થર, સામાજિક રાજકીય અને વાંકાનેરના આગેવાન, લાગણીશીલ, મક્કમ અને ખુમારીપૂર્વકનું વ્યક્તિત્વના ધણી શ્રી વિનુભાઈ કટારીયા વિદાય થયા, હ્નદય રોગનો હુમલો જીવલેણ નીકળ્યો, રાજકોટ વધુ સારવાર અર્થે લઈ જતા હતા ત્યારે રસ્તામાં દેહ છોડ્યો, વિનુભાઈની વિદાયથી પરિવારે વડીલ, દીકરીઓના પ્રેમાળ પિતા અને રઘુવંશી સમાજે હંમેશની હૂંફ જેવા હિતચિંતક આગેવાન ગુમાવ્યા છે,
પરમ તેમના આત્માને શાંતિ અને પરિવારને આવી પડેલ દુ:ખ ને સહન કરવાની શક્તિ આપે… ૐ શાંતિ
