વાંકાનેર પેડક સોસાયટી મેળાના મેદાન પાસેથી પોલીસ ખાતાને એક ઈસમ પાછળ થેલો ટીંગાળીને શંકાસ્પદ જોવામા આવતા અને તેની પાસેનો થેલો ચેક કરતા થેલામાથી ઈંગ્લીશ દારૂની બોટલો ૦૨ તથા ચપલા નંગ-૫ મળી આવતા હરીકૃષ્ણભાઈ મહેશભાઈ મકવાણા જાતે પ્રજાપતિ (ઉ.વ.૧૯) રહે.વાંકાનેર પેડક સોસાયટી વાળા સામે પ્રોહી કલમ-૬૫ એ, ૧૧૬ (બી) મુજબ ગુન્હો નોંધ્યો છે. આ કાર્યવાહી પોલીસ પો.કોન્સ દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસ, પો.હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ તથા પો.કોન્સ જનકભાઈ વલ્લભભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનેથી
દારૂ કબ્જે:
વાંકાનેર સરતાનપર રોડ પર સંસ્કાર જોન્સન સીરામીક પાસેથી કવાડીયા (હળવદ)ના વિપુલભાઈ ખીમાભાઇ રાતઈયા (કોળી) પાસેથી 40 કોથળી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
(1) રાતીદેવરીના ભરત વસંતભાઈ વોરા અને (2) ધમલપરના ભીખાભાઇ વેરસીભાઇ બાવરવા પીધેલ પકડાયા છે.
હથિયાર ધારાનો ભંગ:
સરતાનપર રોડ સેંસો ચોકડી પાસે ખરાબામાં રહેતા વિનોદ નારૂભાઇ વાંજેલિયા પાસેથી સાડા ત્રણ ફૂટ લાંબો લાકડાનો ધોકો મળી આવતા કાયદેસર કાર્યવાહી.