ભરવાડ શખ્સ પર તલવાર કે ગુપ્તી વડે એક ધા કર્યા
બનાવ સ્થળેથી કારતુસ મળી આવ્યા
વાંકાનેર વિસ્તારમાં આજે નવા વર્ષની શરૂઆત ફાયરીંગથી થતાં ખળભળાટ મચી ગયો છે, જેમાં તાલુકાના કેરાળા ગામ ખાતે આજે વહેલી સવારે નવા વર્ષ નિમિત્તે મંદિરે દર્શન કરી પરત ફરતા આધેડ પર વગર કારણે પિતા-પુત્રએ હુમલો કરી તલવારનો એક ઘા તથા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં ખળભળાટ મચી ગયો છે. સદનસીબે આ બનાવમાં આધેડનો આબાદ બચાવ થયો હતો, જેમાં બે રાઉન્ડ મિસ ફાયરીંગ તથા એક ગોળી શરીરની બાજુમાંથી નીકળી ગઇ હતી…
બાબતે સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે આજે નવા વર્ષની શરૂઆત ફાયરિંગથી થઇ હોવાની ધટના પ્રકાશમાં આવી છે, જેમાં રૈયાભાઈ છગનભાઈ ગોલતર નામના આધેડ નવા વર્ષ નિમિત્તે ગામના મંદિર ખાતે દર્શન કરી પરત ફરી રહ્યા હોય, ત્યારે આજ ગામનાં વતની આરોપી ગોપાલભાઇ લાખાભાઇ બાંભવા(ઉ.વ. 25) અને લાખાભાઇ ગોરાભાઇ બાંભવા દ્વારા ફરિયાદી પર વગર કારણે હુમલો કરી તલવાર કે ગુપ્તી વડે એક ધા કરી અને રૈયાભાઈ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બે રાઉન્ડ મિસ ફાયર તથા એક ગોળી ફરિયાદીને કમરના ભાગની બાજુમાંથી નીકળી જતા આધેડનો આબાદ બચાવ થયો હતો, જે બાદ બંને આરોપીઓ સ્થળ પરથી નાસી ગયા હતા….
બનાવ બાદ ઇજાગ્રસ્ત રૈયાભાઈને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ માલધારી સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા છે. બાબતની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક હોસ્પિટલ અને ધટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….