રેલવે સ્ટેશન વાંકાનેરમાં રૂ.12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું
વાંકાનેર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા.26 ફેબ્રુઆરીના રોજ (કાલે) વાંકાનેરના ઐતિહાસિક રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ નવા રંગરૂપ સાથેના બિલ્ડિંગનો વર્ચ્યુઅલ લોકાર્પણ સમારોહ યોજાશે, રેલવે દ્વારા રાજશાહી સમયના વાંકાનેર રેલવે સ્ટેશન પાછળ કુલ 12 કરોડના ખર્ચે નવીનતમ સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા જુના રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાની અમૃત ભારત યોજના અંતર્ગત વાંકાનેર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી છે જે અંતર્ગત વાંકાનેરના ઐતિહાસિક રેલવે સ્ટેશનનો રૂપિયા 12 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો છે જેનું આગામી તા: 26ના રોજ (આવતી કાલે) ધારાસભ્યો, સંસદ સભ્યોની ઉપસ્થિતિમાં શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુલ લોકાર્પણ સમારોહ યોજવામાં આવશે.
વાંકાનેર રેલવે સ્ટેશનની નવીનતમ સુવિધાઓ જોવામાં આવે તો જુના બિલ્ડિંગનું મૂળ સ્વરૂપ જાળવી રાખી રેલવે દ્વારા સંપૂર્ણ સ્ટેશનને નવા રંગ રૂપ આપવા કલર કામ કરી વિશાળ ગાર્ડન, સ્ટેશન બહાર આરસીસી ગ્રાઉન્ડ, મહિલા અને પુરુષ માટે અલગ અલગ એસી વેઇટિંગ રુમ, દિવ્યાંગો માટે રેમ્પ, શૌચાલય, પીવાના પાણી માટે પરબ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી હોવાનું રેલવે દ્વારા જાહેર કરાયું છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો